બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગની આગાહી બાદ જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થઈ રહી છે.અમીરગઢ પંથકમાં બે દિવસથી વરસાદની રમજટ સાથે ઉપરવાસમાં વરસાદથી અમીરગઢની બનાસનદીમાં નવા નીર આવ્યા છે.વિશ્વેશ્વરની બનાસ નદીમાં પાણીની આવક વચે પણ લોકો નાવામાં મસ્ત બન્યા છે.વિરામ બાદ ફરી એકવાર મેહુલિયાની એન્ટ્રી થતાં,ખેડૂતો ખુશખલાલ થયાં છે.તો આ તરફ સતત વરસી રહેલા વરસાદના લીધે બનાસ નદી ફરી બંને કાંઠે વહેતી થઈ છે.તો બાલારામ નદીમાં પણ નવા નિરની આવક થઈ છે બનાસનદીમાં પાણી આવતાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક નોંધાઇ છે. હાલમાં દાંતીવાડા ડેમમાં 800 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહી છે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે હજુ પણ વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે જિલ્લામાં મેહુલિયો મન મુકીને વરસી રહ્યો છે જિલ્લામાં મેઘાણી ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -