હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વાયરસનાં પગલે ભારે હાહાકાર મચી ગયો છે. તો સરકાર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે તમામ પગલા લેવાઈ રહ્યા છે. તેવામાં વડોદરાના કરજણ તાલુકાના વેમાર ગામમા એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતા સમગ્ર તંત્ર દોડતું થઇ ગયું હતું. ત્યારે કરજણ નગર સહિત વેમાર ગામને એક સપ્તાહ માટે સીલ કરવામાં આવ્યું હતું.
તેમજ વેમાર ગામે શાકભાજીના વેપારીને કોરોના પોઝીટિવ આવતા કરજણ હોલસેલ શાકમાર્કેટના 200 જેટલા વેપારીઓ અને મજૂરને આરોગ્ય વિભાગ દ્વારા હોમકોરોનટાઈન કરવામાં આવ્યા હતા. તેમ છતાં રાજકીય વગ ધરાવતો વેમારનો પિન્ટુ પટેલ હોમકોરોનટાઈન કરવા છતાં જાહેરમાં વારંવાર ફરતો જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા વેપારીની સામે હોમકોરોનટાઈન ભંગ બદલ ગુનો દાખલ કરી વેપારીને વરણા ખાતે આવેલા કોરોનટાઇન સેન્ટરમાં લઇ જવામાં આવ્યો હતો.