સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આ મહામારીને પગલે સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ કડક પગલા લેવામાં આવી રહ્યા છે.
તેમજ પોલીસ વિભાગ દ્વારા લોકોને નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે પંચમહાલના ગોધરામાં લોકડાઉનનો ભંગ કરવામાં આવ્યો હતો. આ લોકડાઉન-૪ની અમલવારી સાથે લોકોની ભીડ જોવા મળી હતી. ગોધરા નગર પાલિકાનો સમગ્ર વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
તેમ છતાં પાવર હાઉસ વિસ્તારમાં લોકો શાકભાજી લેવા ઉમટી પડ્યા હતા. તેમજ શાકભાજી લેવા આવેલા લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા અને કેટલાક લોકોએ સોશિયલ ડિસ્ટન્ટનો ભંગ કર્યો હતો. જ્યારે મોટી સંખ્યામાં ભીડ થતા શહેર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. હવે સરકાર દ્વારા શું પગલા લેવામાં આવશે તે હવે જોવું રહ્યું ?