વડોદરાનાં ડભોઇ પંથકમાં છેલ્લા 28 દિવસમાં 4 જેટલા કોરોના વાયરસના દર્દીઓ સાજા થઈને ડભોઇ આવી ગયા હતા. ત્યારબાદ કોઈ પણ કેસ પોઝીટીવ ન આવતા આરોગ્ય સહિત તમામ તંત્રએ રાહત અનુભવી હતી. પરંતુ ડભોઇના વોહરવાળ વિસ્તારમાં રહેતા લાડવાલા આશીફ મોહમદ સાહિદનાં બે દિવસ પૂર્વે અમદાવાદ ખાતે શાકભાજી ખરીદી કરવા અને ડભોઇમાં વેચાણ કરવા માટે ગયા હોવાથી ત્યાં અમદાવાદ કોઈ ઈસમના સંક્રમણમાં આવ્યા હતા.
ત્યારે તેમણે વડોદરા ખાતે મુસ્લીમ હોસ્પીટલ પાણીગેટમાં કોરોનાના ટેસ્ટ કરાવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝીટીવ આવતા દર્દીને વડોદરા આજવારોડ ખાતે આવેલી બાવાણી આઈ.ટી.આઈ.માં આઇશોલેશન ખાતે સારવાર માટે રાખવામા આવ્યા હતા.
તેમજ ડભોઇ પંથકમાં 28 દિવસ બાદ ફરી કોરોનાનો એક કેસ પોઝીટીવ આવતાની સાથે જ આરોગ્ય તંત્ર સહિત નગર પાલિકા અને રેવન્યુ વિભાગ દોડતું થયું છે. ત્યારબાદ મહુડી ભાગોળમાં રહેતા લાડવાલા આશીફ મોહમદ સાહિદના ઘરે મેડીકલ ટીમ પહોચી હતી અને તમામના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.