ગોંડલમાં લોકડાઉન 4મા જનજીવન ધબકતુ થયુ છે. ત્યારે સવારે 8 વાગ્યાથી ધીમે ધીમે દુકાનો ખુલી જોવા મળી રહી છે. તેમજ લોકોની રસ્તાઓ પર સામાન્ય દિવસ જેવી ચહલપહલ પણ જોવા મળી. રસ્તા પર વાહનચાલકો માસ્ક પહેરી નીકળી રહ્યા છે. તેમજ શહેરની મુખ્ય બજારોમાં ટ્રાફિક જોવા મળ્યો હતો.
અમુક વિસ્તારોમાં પાનની દુકાનો પણ ખુલી જોવા મળી હતી. ત્યારે આપને જણાવી દઈએ કે, ગુજરાત સરકારે મંગળવારથી કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં વેપાર-ધંધા શરૂ કરવાની છૂટ આપી છે. જેમાં પાન-મસાલાની દુકાનોનો પણ સમાવેશ થાય છે.
પાન-મસાલાના વેચાણને મંજૂરી મળતાં જ બંધાણીઓમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. જોકે, પાન-મસાલાની દુકાનધારકોએ ધંધો શરૂ કરવાની લ્હાયમાં પહેલા જ દિવસે સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડાવી દીધા હતા.