સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈને લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે લોકડાઉન દરમિયાન સાબરકાંઠાના લાંબડીયા ગામની મુલાકાત લેવામાં આવી હતી, બજાર સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ચાલુ હોવાથી જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે ઓછા લોકો જોવા મળ્યા હતા.
સાબરકાંઠા જીલ્લાના છેવાડા એવા પોશીના તાલુકાના લાંબડીયા ગામે પણ કોરોના વાયરસ શુ છે, તેની ખબર આદિવાસી સમાજને પણ છે. તેમજ લાંબડીયા ગામનુ બજાર ખુલતા આજુબાજુના લોકો ખરીદી માટે આવતા હોય છે, પણ જરૂરી કામકાજને પતાવી ઘર ભેગા થતા જોવા મળી રહ્યા હતા.
પોશીના તાલુકામાં મોટા ભાગનો આદિવાસી સમાજ રહે છે, તેઓ હાલનાં સમયમાં પોતાના ખેતરોમાં તૈયાર પાક લઈને વાહન વ્યવહાર બંધ હોવાથી ૫ કે ૧૦ કિલો અનાજ ખભા પર લઈને લાંબડીયાના બજારમાં વેચીને તેના બદલામાં પોતાના માટે જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા માટે આવતા હોય છે. અહીયા સોસિયલ ડીસ્ટન્સ તથા માસ્કનો પુરેપુરો ઉપયોગ તથા લોકડાઉનનું પાલન થતુ જોવા મળ્યુ હતુ.