જુનાગઢનાં માણાવદર ખાતે દેવીપૂજક મહિલાને પ્રસુતિનો દુખાવો ઉપડતા માણાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ થયા હતા. આ મહિલાને બાળક ઉંધુ હોવાથી તેને 108 માં જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા. પરંતુ વંથલી પહોંચતા પ્રસુતાને દુખાવો ઉપડતા 108 માં જ ડીલેવરી થઇ ગઈ હતી.
બાળક ઊંધુ હોવાથી પગ બહાર અને શરીરનો બાકીનો ભાગ અંદર ફસાઈ ગયો હોવાથી 108 ની ટીમે વંથલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જતા મેડીકલ ઓફિસર ચિરાગ પીઠીયા દ્વારા બાકીનો ભાગ બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ બાળકના હૃદયના ધબકારા ચાલુ થયા ન હતા. ત્યારે ડો. પીઠીયા તેમજ સ્ટાફ દ્વારા ઈ.ટી. ટ્યુબથી ઈનટ્યુલેશન કરી સી.પી.આર આપી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ કરવામાં આવી હતી.
તે બાળકના જન્મતા જ 10 મિનિટમાં જ બાળકની સ્થિતિ સુધરી હતી અને બાળકમાં નવો જીવ ઉમેરવામાં આવ્યો હતો. આમ, ડોક્ટર તેમજ સ્ટાફના પ્રયાસોને કારણે જોખમી ડીલેવરી કરી માતા તેમજ બાળકને બચાવી ડોક્ટર જ ભગવાનના સ્વરૂપ હોય છે તે સાર્થક કરી બતાવ્યું હતું.