રાજકોટમાં ગુજરાતની બહાર પોતાના વતન જવા માંગતા પ્રરપ્રાંતિયોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેનો વળતો જવાબ રૂપે પત્રકાર પર હુમલો કર્યો હતો.
તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયોમોનો ઉલ્લંઘન કરી હુમલો કરવામાં આવ્યો હતો. પરપ્રાંતિયો એવું કહીને મીડિયાકર્મી પર તુટી પડ્યા કે મીડિયાકર્મી શ્રમિકોની વાત લોકો સુધી પહોંચાડતા નથી.
વધુ મળતી માહિતી અનુસાર પરપ્રાંતિયોએ કવરેજ કરતી વખતે હુમલો કર્યો હતો. તોડફોડ-મારામારી કરનાર પરપ્રાંતિયોની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ખાનગી ચેનલના પત્રકારને માર મારનાર શખ્સોની ગ્રામ્ય પોલીસે અટકાયત કરી છે. તેમજ રાજકોટના એસપીને પણ ઇજા થવા પામી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના રિપોર્ટ બાદ તમામની ધરપકડ કરવામાં આવશે. તેવામાં પોલીસનીઓ હાજરીમાં હુમલો કેવી રીતે થયો, તેમજ આમ પત્રકાર પર હુમલો ક્યાં સુધી થશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.