પંચમહાલ જીલ્લાના ગોધરા પાસે પરવડી ગામ ખાતે આવેલી જીવદયા પાજરાપોળના પ્રમૂખ જયંતિભાઇ શેઠ દ્રારા લોકડાઉનમા માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડવામા આવી રહ્યું છે.
હાલ લોકડાઉન હોવાને કારણે શ્રમજીવી વર્ગની હાલત કફોડી બની છે. ત્યારે પરવડી પાસે અવરજવર કરતા શ્રમજીવી અને તેમના બાળકોને માટે નાસ્તા, પાણી, જમવાની નીશુલ્ક વ્યવસ્થા કરવામા આવી છે.
હાલ લોકડાઉનના કારણે ગુજરાતમા મજુરી કામ કરતા શ્રમજીવીઓ પોતાના માદરે વતન પાછા ફરી રહ્યા છે. અહી રાજકોટથી નિકળેલા મજૂરોના ગ્રુપે થોડાક સમય માટે આસરો લીધો હતો. જેમને સંસ્થા દ્રારા ફળફળાદી પાણીની વ્યવસ્થા કરવામા આવી હતી.
આ મજૂરો રાજકોટથી ઉત્તર પ્રદેશના બાંદા ચાલતા જવા નીકળ્યા હતા. ગોધરા શહેરથી પસાર થતો ઇન્દોર -અમદાવાદ હાઇવે માર્ગ મધ્યપ્રદેશને જોડતો હોઈ અહી અન્ય રાજ્યોના પરપ્રાન્તિયો ચાલતા જ પોતાના માદરે વતન જઇ રહ્યા છે. ત્યારે રસ્તામાં આવી સેવાભાવી સંસ્થાઓ મદદરુપ બની રહી છે.