ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં વધતા જતા કોરોના વાયરસના કેસ વચ્ચે રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં સારવારને લઈને મોટો નિર્ણય કર્યો છે.
સરકારે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે મહત્તમ ફીના ધારાધોરણ નક્કી કર્યા છે. કોરોના વાયરસને લઈને ખાનગી હોસ્પિટલો જે મનમાની કરીને જોહુકમી ચલાવી રહી છે તેની સામે ગુજરાત હાઈકોર્ટે પણ લાલ આંખ કરી હતી.
હાઈકોર્ટે ખાનગી હોસ્પિટલને ચેતવતા કહ્યું કે ખાનગી હોસ્પિટલ નફો કમાવવાની વૃત્તિ રાખશે તો લાયસન્સ રદ્દ કરવામાં આવશે. ત્યારે હવે સરકારે ખાનગી હોસ્પિટલો માટે બનાવેલી ગાઈડલાઈન પ્રમાણે સરકારે જ આવી હોસ્પિટલોમાં સારવારનો દર નક્કી કર્યો છે.
ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ રાખવા રિઝર્વ રાખવા પડશે. મેડિકલ એસોસિએશન સાથે સરકારે તેને લઈને ચર્ચા કરી નાંખી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો રિટમાં કોર્ટમાં મોટો આદેશ કરવામાં આવ્યો હતો.
નક્કી કરાયેલા ભાવ
બેડ | સરકારી બેડ માટે ફી | ખાનગી બેડ માટે મહત્તમ ફી |
વોર્ડ | 4,500 | 10,000 |
HDU | 6,750 | 14,000 |
આઈસોલેશન + ICU | 9,000 | 19,000 |
વેન્ટિલેશન + આઈસોલેશન + ICU | 11,250 | 23,000 |