લોકડાઉન દરમિયાન ગમખ્વાર અકસ્માતમાં મજુરોના મોતનો સિલસિલો યથાવત છે. ઉત્તરપ્રદેશના ઓરૈયામાં રોડ અકસ્માતમાં 24 મજુરોના મોત થતા ચકચાર મચી જવા પામી છે.
જ્યારે આ બનાવમાં 30થી વધુ મજુરો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.તો ગંભીર રીતે ઘાયલ લોકોને સૈફઈ રીફર કરવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના ઓરૈયામાં શનિવાર વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમા 24 મજૂરોના મોત થયા છે. મજૂર ભરેલી ટ્રકે બીજી ટ્રકને ટક્કર મારી દીધી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મજૂરો ચૂનાથી ભરેલી ટ્રકમાં સવાર હતા. ચિરુહલી વિસ્તારમાં ઉભેલી અન્ય ટ્રક સાથે આ ટ્રક અથડાઈ હતી. પ્રધાનમંત્રીએ આ બનાવ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.
ઓરૈયા પાસે ચિરહલી વિસ્તારમાં એક ઢાબા પાસે બન્યા હતો. પોલીસના જણાવ્યા મુજબ બન્ને ટ્રકમાં મજૂર સવાર હતા.રાજસ્થાનથી આવી રહેલી ટ્રકના ડ્રાઈવરને જોકુ આવી ગયું હતું.
બન્ને ટ્રકની ટક્કર પછી ચૂનાની થેલીઓ નીચે મજૂર દટાયા હતા.. આ અકસ્માતમાં 24 મજુરોના મોત નિપજ્યા હતા.