હાલ વિશ્વમાં કોરોના વાયરસે આંતક ફેલાવ્યો છે. ત્યારે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં ઘણા સમયથી લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં કેટલાક મજુરો અન્ય શહેરોમાં ધંધા રોજગાર માટે આવ્યા હોય, તે તમામ મજુરોની રોજગારી બંધ થઇ જતા લોકડાઉનમાં ફસાઈ ગયા છે. તેવામાં મહેસાણામાં આવેલા ઊંઝાની મામલતદાર કચેરી ખાતે પરપ્રાંતિઓ એકઠાં થયા હતા.
આ પરપ્રાંતિય શ્રમિકો દ્વારા મામલતદારને પોતાના વતન જવા માટેની રજુઆત કરવામાં આવી હતી. શેરડી રસના ધંધા સાથે સંકળાયેલા પરપ્રાંતિયો દ્વારા પોતાના વતન જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવા માટે મામલતદારને રજુઆત કરવામાં આવી હતી. અનેક રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા વ્યવસ્થા ન કરાઇ હોવાનો પરપ્રાતિઓએ આક્ષેપ કર્યો હતો. ત્યારે મામલતદારે બે દિવસમાં તંત્ર દ્વારા મોકલવાની વ્યવસ્થાની કરી આપવામાં આવશે તેવી હૈયાંધારણ આપી હતી.