એક બાજુ કોરોનાના કહેરને લઈને ત્રીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. તો બીજી તરફ રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની અઢળક આવક સાથે માર્કેટ યાર્ડ કેરીથી ઉભરાય જવાં પામ્યું છે. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગોંડલ શાકભાજી માર્કેટયાર્ડમાં છેલ્લા ઘણાં દિવસોથી મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કરીનું આગમન થવા પામ્યું છે.
લોકડાઉન વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની અઢળક આવક શરુ થઇ ગઈ છે. મીઠી મધુર કેસર કેરીના 21000/- બોકસની આવક સાથે હરાજીમાં 20 કિલોના બોકસના ભાવ રૂપિયા 400/-થી લઈને 2000/- સુધીના ભાવ ચાલી રહ્યા છે. આ વર્ષે હાફુસ અને કેસર કેરીનું માર્કેટ યાર્ડમાં એકી સાથે આગમન થયું છે.