કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે ભારતમાં હાથીઓ પર જૂનોટિક રોગનો ખતરો મંડરાઈ રહ્યો છે. કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં ભારે હાહાકાર મચ્યો છે.
જ્યારે ભારતમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે હવે ભારતમાં વધુ એક બિમારી ફેલાવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. એક પશુ અધિકાર સંગઠને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને આ મામલે જાણકારી આપી છે.
સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે, હાથીઓને પ્રદર્શન માટે આપવામાં આવતી ટ્રેનિંગ પર રોક લગાવવામાં આવે. સંગઠનનું કહેવું છે કે, હાથીમાં આ વાયરસનો પ્રસાર વધારે થઈ રહ્યો છે, જે સાર્વજનિક સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે.
પીપુલ ઓફ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ (PETA)એ કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રીને પણ આ મામલે આગાહ કર્યા છે. સંસ્થા દ્વારા ગિરિરાજ સિંહને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જુનોટિક રોગ એક એવી બિમારી છે, જે હાથીઓથી મનુષ્યમાં સરળતાથી પહોંચી શકે છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રાલય ભારતના અધિકારીક રાજપત્રમાં એક કેન્દ્રીય અધિસૂચના જાહેર કરી શકે છે કે, હાથીઓના પ્રદર્શન અને પ્રશિક્ષણ પર પ્રતિબંધ લગાવવામાં આવે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી જૂનોટિક રોગને સંક્રમિત રોગોમાં રાખવામાં આવ્યો છે. આ એક બિમારી છે જે જાનવરો દ્વારા મનુષ્યોમાં સરળતાથી ફેલાઈ શકે છે.