દાહોદ જિલ્લામાં ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યના લોકો મોટી સંખ્યામાં વસે છે. આ લોકો પોતાના વતન જવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતાં. ત્યારે દાહોદ જિલ્લામાંથી થયેલા રજિસ્ટ્રેશન પ્રમાણે ઝાલોદના 487 લોકોને તેમના વતન મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
રજિસ્ટ્રેશન મુજબનું લીસ્ટ બનાવીને દાહોદ તંત્ર દ્વારા ઉત્તર પ્રદેશ અને બિહાર સરકારને મોકલવામાં આવ્યુ હતું. ત્યાંથી લીલી ઝંડી મળ્યા બાદ લીસ્ટ પ્રમાણેના લોકોને જવાની મંજુરી અપાઇ હતી. આપને જણાવી દઈએ કે, અગાઉ પણ દાહોદ શહેર અને તેની આસપાસના લોકેશન સાથે ફતેપુરા અને ગરબાડા સહિતના વિસ્તારોમાં રહેતાં પરપ્રાંતિયોને દાહોદના રેલવે સ્ટેશને લાવવા માટે એસ.ટી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
43 એસ.ટી બસોની મદદથી આ તમામ લોકોને દાહોદના રેલવે સ્ટેશને લાવવામાં આવ્યા હતાં. રાતના આઠ વાગ્યે દાહોદના રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર 1 ઉપર લાગેલી ટ્રેનમાં બેસાડીને તમામ લોકોને રવાના કરવામાં આવ્યા હતાં.