ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં ચોરી અને લૂંટની ઘટનાઓમાં ચિંતા જનક વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ પોલીસ સલામતી અને સુરક્ષાના દાવાઓ કરી રહી છે. પરંતુ રાત્રીના અંધારામાં વેપારીઓની દુકાનના તાળાઓ તૂટી રહ્યા છે અને પોલીસના પેટ્રોલિંગ કરવા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકામાં તાજેતરમાં રાત્રીના સમયે એક સાથે 10 દુકાનના તાળા તૂટ્યા હતા. આ ઘટનાનામાં જીલ્લા ડોગ સ્કવોડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી જોકે દુકાનદારોએ ચોરી થયેલી દુકાનોમાં પહેલાથી જ પ્રવેશ લઇ લીધો હોવાથી ડોગ સ્કવોડની ટીમને પાછું ફરવું પડ્યું હતું.
જણાવી દઈએ કે થરાદના અર્બુદા શોપિંગ આવેલી દુકાનોના એક જ રાત્રીમાં 10 તાળા તૂટ્યા હતા. અને વેપારીઓની માલમિલકત લુંટાઈ હતી. આ કેસમાં બનાસકાંઠા જીલ્લા ડોગ સ્ક્વોડની ટીમ સ્થળ પર તપાસ અર્થે પહોંચી હતી જોકે શોપિંગમાં પહેલાથી જ વેપારીઓએ ચોરી થયેલી દુકાનોની મુલાકાત લઇ લેતા ડોગ સ્કવોડની ટીમને પરત ફરવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે હવે CCTV ફૂટેજના મદદથી તપાસ હાથ ધરી છે.