સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. આ મહામારીનાં પગલે દેશભરમાં ઘણા સમયથી સંપૂર્ણ લોકડાઉની સ્થિતિ છે. આ લોકડાઉનમાં વાહન વ્યવહાર બંધ હોવાથી ઘણા શ્રમિકો અન્ય શહેરોમાં રોજગારી મેળવવા ગયા હોવાથી તે જ જગ્યાએ ફસાઈ ગયા હતા. તેવામાં અમરેલી જીલ્લાના વડિયા ગામમાં પહેલા ૨ બસો આવી હતી અને હાલ ૬ બસો સુરતથી આવી હતી.
આ બસો સુરતથી રત્નક્લાકારોને લઈને વડિયા ગામમાં આવી પહોંચી હતી, ત્યારબાદ આ તમામ લોકોને વડિયા પટેલ વાડી ખાતે કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. સુરતથી આવનાર તમામ રત્નકલાકારોની મેડિકલ તપાસ કરવામાં આવશે. તેમજ વડિયા સરપંચ દ્વારા તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સુરતથી આવનાર તમામ વડિયા, કુંકાવાવ, મેઘાપીપરિયા અને બાટવાદેવળીનાં રત્નકલાકાર તેમજ વેપારીઓ હતા. આ તમામ લોકોને પોતાના ઘરમાં ૧૪ દિવસ કોરોન્ટાઇન રહેવું પડશે.