હાલ દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉનને લઈને લાખો શ્રમિકો ભરુચ જીલ્લામાં ફસાયા છે, જેમને વતન મોકલવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી શ્રમિકો વતન જવા માટે માંગ કરી રહ્યા હતા. ત્યારે ભરૂચના આમોદ નવા બસ સ્ટેન્ડ પરથી બે સરકારી બસો દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને ભરુચ રેલ્વે સ્ટેશન માટે રવાના કરવામાં આવ્યા હતા.
તેમજ મામલતદાર જે ડી પટેલના હસ્તે બસોનું સુચારું આયોજન કરી ભરુચ સુધી 65 જેટલા પરપ્રાંતીય મજૂરોને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ પરપ્રાંતિય શ્રમિકોને મધ્યપ્રદેશ ટ્રેન મારફતે ભરુચથી મોકલવામાં આવશે.
મામલતદાર દ્વારા તમામ શ્રમિકો માટે ફૂડ પેકેટ તેમજ પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આમ, મજૂરોની નોંધણી કરી તેમણે વતન મોકલવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.