હાલ દેશભરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. આ કોરોના વાયરસનાં કારણે દેશમાં છેલ્લા કેટલાક સમયથી લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ સતત ખડેપગે રહીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેઓ પોતાની જાનને જોખમમાં મુકીને કોરોના વાયરસના દર્દીઓને સાજા કરવા માટે મહેનત કરી રહ્યા છે.
તેવામાં રાજકોટમાં કોવિડ ૧૯ હોસ્પિટલમાં બાળકોની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. ત્યારે તબીબ બાળકોને હાથી અને ઉંદરની વાર્તા સંભળાવી સારવારની સાથે મનોરંજન પણ પૂરું પાડી રહ્યા છે. જેથી બાળકોને આનંદ ઉલ્લાસ મળે અને ખુશી અનુભવી શકે છે.
તેમજ રાજકોટ કોવિડ ૧૯ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં 10 થી વધુ જેટલા બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. રાજકોટમાં અત્યાર સુધી ૬૭ કેસ પોઝિટિવ નોંધાયા, તેમાંથી પૈકી ૧૫ જેટલા સગીર દર્દી છે. રાજકોટના કોરોના વોર્ડમાં સારવાર આપતા તબીબોને સલામ આપવા જેવી છે.