હાલોલ સ્થિત કાર બનાવતી જગ વિખ્યાત MG મોટર્સ કંપની દ્વારા કોરોનાની મહામારી વચ્ચે હાલોલ રેફરલ હોસ્પિટલને એમજી મોટર્સ હેક્ટર મોડલને મોડીફાય કરી બનાવેલી વિશેષ પ્રકારની 22 લાખ કિંમતની એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવી હતી.
જે બાદ આજે તાજપુરા ખાતે ઊભી કરાયેલી સો બેડની કૉવિંડ 19 હોસ્પિટલને દસ લાખની કિંમતના ત્રણ આધુનિક વેન્ટિલેટર હાલોલ પ્રાંત અધિકારી એ.કે ગૌતમ તેમજ તાજપુરા કૉવિડ19 હોસ્પિટલના ઇન્ચાર્જ ડો.ઉદ્દય પ્રકાશ અને લાલભાઈની ઉપસ્થતીમાં MG મોટર્સના પ્રતિનિધિ યસવિંદરસિંહ .કિરણસિંહ રાઠોડ અને રંણજીતસિંહ રાહુલજી દ્વારા અપાતા હવે કોરોના દર્દીઓની સારવાર માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.