સમગ્ર દેશમાં કોરોના વાયરસે આંતક મચાવ્યો છે. ત્યારે તમામ લોકો આ કોરોના વાયરસથી ભયભીત થયા છે. દુનિયાના તમામ ડોકટરો અને વૈજ્ઞાનિકો દ્વારા સતત કોરોના વાયરસથી લોકોને બચાવવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેવામાં પાટણ જિલ્લા હોમિયોપેથીક એસોસિએશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.
આ કોરોના વાયરસની મહામારીને લઈને લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે અને કોરોના વાયરસ સામે મક્કમતાથી લડી શકાય એવો દાવો હોમિયોપેથીક એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ તેને લઈને હોમિયોપેથીક દવા તૈયાર કરવામાં આવી છે.
જે દવાનું હાલ પાટણ નગરપાલિકા પ્રમુખ સહિત સમગ્ર સ્ટાફમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ દવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે એમ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કોર્પોરેટર નરેશ દવે, ધર્મેશ પ્રજાપતિ હાજર રહ્યા હતા.