જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પ્રથમ જ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ થઇ હતી. તો આંધ્રપ્રદેશમાંથી આવેલા 23વર્ષીય યુવાન કોરોના પોઝીટીવ આવતા જિલ્લા કલેકટર, ડેપ્યુટી કલેકટર, ડી.ડી.ઓ, જિલ્લા એસ.પી સહિતનો કાફલો માંગરોળ દોડી આવ્યો હતો અને એક મીટિંગ મામલતદાર ઓફીસ ખાતે યોજવામાં આવી હતી. તો કોઈ પણ અધિકારીઓની મીટિંગમા મીડિયા પ્રથમ સ્થાને હોય છે અને મીડિયા વિના મીટિંગ અધૂરી હોય છે, પરંતુ માંગરોળ મામલતદાર કચેરીમાં યોજાયેલી બંધ બારણાંની મીટિંગમા મામલતદાર દ્વારા મીડિયાને સ્થાન આપવામાં આવ્યું ન હતું.
મામલતદાર બેલડિયાનું ક્યાંકને ક્યાંક ભોપાળુ છતું થવાની બીકે મામલદાર બેલડીયા દ્વારા મીડિયાને મિટિંગમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવ્યા હતા. તો મામલતદાર બેલડીયાની ક્યાંક ને ક્યાંક નબળી કામગીરી થતી હોય તેવું લાગી રહ્યું હતું. CM થી લઈ PM સુધીની મિટિંગોમા મીડિયા સામેલ હોય છે, ત્યારે નાની એવી મિટિંગમાં મીડિયાને માંગરોળ મામલતદાર બેલડીયા દ્વારા અટકાવવાનું કારણ વધુ કાંઈ જાણમાં આવ્યું નથી.