પંચમહાલ જિલ્લાના હાલોલમાં ખેરપ(વાવડી)ના અર્જુનસિંહ, રતનસિંહ સોલંકી તેમના જમાઈના ટેમ્પામા હાલોલ બસ સ્ટેન્ડ નજીક આવેલા બેંકમાંથી પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા આવ્યા હતાં. જેઓ ૧૧:૦૦ કલાકના અરસામાં ૪૯,૦૦૦/-રૂ. ખાતામાંથી ઉપાડી થેલીમાં રાખી બેંકની બહાર ટેમ્પાની રાહ જોઈને ઉભા હતા.
ત્યારે એક ચોર ઉઠાવગીર તેમના હાથમાં રાખેલી થેલીની ચીલ ઝડપ કરી કંજરી રોડ તરફ ભાગવા લાગ્યો હતો. તેથી તેમણે બૂમો પાડતાં બેંકમાં આવેલા પ્રકાશકુમાર ભગવાનસિંહ રાઠોડ નામના જાગૃત વ્યક્તિ દ્વારા પોતાનું સ્કુટર દોડાવી ચોરનો પીછો કરતા ચોર ચોરની બૂમો પાડતા કંજરી રોડ પર આવેલી સોસાયટીના ખાંચા પાસે ઉભેલા લોકો દ્વારા દોડીને આવતા ચોરને ઝડપી પાડ્યો હતો.
જે બાદ તેને બસ સ્ટેન્ડ પેલીસ ચોકી ખાતે લઈ ગયા હતાં. જ્યાં ચોર ઇસમે તેનું નામ પિયુશકુમાર પૂનમભાઈ પરમાર ગાયત્રીનગર એમ.જી મોટર્સની બાજુમાં હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા તેના વિરૂદ્ધ ચીલ ઝડપનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૈસાની થેલી તેના મુળ માલીકને સોંપવામાં આવી હતી.