હાલ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ચારે તરફ થઇ રહ્યો છે. ત્યારે રાતદિવસ ટાઢ તાપની પરવા કર્યા વગર સતત પ્રજાનું ખડે પગે રક્ષણ કરનાર પોલીસ કર્મીઓ, જી આર ડી હોમગાર્ડ જવાનોનું ધોરાજીમાં શિવ હોસ્પિટલ ખાતે ચેકઅપ કરવામાં આવ્યું હતું.
જેમાં ડાયાબિટીસ, બી પી તથા અન્ય બિમારીઓનુ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ. જેમાં બસોથી અઢી સો લોકોનું ચેકઅપ કર્યુ હતુ. કોરોના વાયરસને પગલે ધોરાજી કોરોના યોધ્ધામાં કોરોના વાયરસનાં લક્ષણો નથી જોવાં મળ્યા પણ સામાન્ય રીતે બી પી વધઘટ થાય તે સિવાય આ ચેકઅપમાં વધુ જાણવા મળ્યું નથી. શિવ હોસ્પિટલનાં ડોક્ટર એવાં હાર્દીક ભાઈ સંઘાણી દ્વારા તમામ કોરોના યોધ્ધાઓનુ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.