ભાભરના મેરા ગામ પાસે નવજાત શિશુ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. મહત્વનુ છે કે, કેનાલના રસ્તા ઉપર તાજુ જન્મેલુ કપડાં પહેરાવે મૃતક શિશુની લાશને પોલીસ દ્વારા પીએમ માટે સી.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યું છે. મહત્વનુ છે કે, ભાભર તાલુકાના મેરા ગામે આવેલા કેનાલના રસ્તા ઉપર સવારે એક તાજુ જન્મેલુ નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
લોકો પુત્ર જન્મ માટે પથ્થર એટલા દેવ પૂજે છે. પરંતુ આજે એક જનેતા એ કોઈક કારણસર કાળજા કેરો કટકો સમાન ફૂલને ધૂળમાં ફેંકી દેવામાં આવ્યું છે. લોકોમાં ચર્ચાતું હતું કે કોઈ કુંવારી માતા એ તેનું પાપ છુપાવવા બાળકને ફેંકી દીધું કે શું ? જનેતા સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા.
ગામલોકોએ ભાભર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને તપાસ કરતા એક તાજુ જન્મેલુ નવજાત શિશુ કપડા પહેરાવેલા પુરુષ જાતિનુ તાજુ કોઈક અભાગણી જનેતાએ તેનું પાપ છૂપાવવા ફેંકી દીધું હતું. તેમજ તે મૃત હાલતમાં હતું. જેના કારણે મૃતક શિશુની જનેતા સામે ચોતરફ ફીટકાર ફેલાયો છે. ભાભર પોલીસે મૃતક શિશુની લાશ ને ભાભર સી.એચ.સી ખાતે પીએમ અર્થે લાવીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.