પંચમહાલમાં આવેલા શહેરામાં યુપીનાં કુલ 57 શ્રમિકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. મળતી વિગત અનુસાર ઉમરપુરનાં ઇંટોના ભઠ્ઠામાં કામ કરતાં શ્રમિકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. શ્રમિકોનું મિડકાળ ચેકઅપ થયા બાદ 3 કલાકથી હોસ્પિટલ ખાતે પડી રહેવાનો વારો આવ્યો હતો.
મહત્વનુ છે કે, આજ રાત્રી ટ્રેન રદ થતાં શ્રમિકોની હાલત કફોડી બની છે. ત્યારે મામલતદાર મેહુલ ભરવાડે ઈંટોનાં ભઠ્ઠાનાં માલિકોને વ્યવસ્થા કરવા માટે જણાવ્યુ હતું. તેમજ શ્રમિકો પોતાના વતન પરત જવા માટે ખૂબ જ આતુર હતા.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં કારણે ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે દેશમાં સરકાર દ્વારા હાલ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં મજૂરી કરતાં લોકોની હાલત વધારે કફોડી બની છે. તેવામાં સરકાર દ્વારા મજૂરો માટે બસ અને ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પંચમહાલમાં આવેલા શહેરામાં યુપીનાં કુલ 57 શ્રમિકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.