પંચમહાલ જીલ્લાના હાલોલ નગરના લીમડી ફળીયામાં ૬ માસના માસુમ બાળક મુહમ્મદ હસનેન કોરોનાની ઝપટમાં આવતા સારવાર માટે વડોદરા ખાતે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે સૌ પ્રથમ 6 માસનાં કોરોનાગ્રસ્ત બાળકને જોઈ સારવાર કરનાર સમગ્ર ગુજરાતના તબીબો પણ લાગણીશીલ થઈ ગયા હતા. આ બાળકની તમામ તબીબોએ દીવસ રાત દિલથી સેવા કરી હતી.
વડોદરાની ગોત્રી હોસ્પિટલના તબીબો આરોગ્ય કર્મચારીઓએ બાળકને થોડાક દિવસમાં કોરોના મુક્ત કરી ફરી તેના કોરોના રિપોર્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવતા તેને ભાવવિભોર થઈ રજા આપવામાં આવી હતી.
ત્યારબાદ એમબ્લ્યુલન્સ મારફતે આ બાળક તેની માતા સાથે હાલોલ લીમડી ફળીયા ખાતે આવેલા તેના ઘરે આવી પહોચતાં જ પુષ્પવર્ષા અને તાળીઓના ગડગડાટ વચ્ચે મુહમ્મદ હસનેનનું ફુલથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમા પરિવારજનો, આરોગ્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.