ભારતીય રેલવે દ્વારા રેલવે સેવાને ધીમે ધીમે શરુ કરવાની મંજુરી આપવામાં આવી છે. જે અંતર્ગત મંગળવારથી રેલ સેવા શરુ થઈ રહી છે. ત્યારે ટૂંક સમયમાં જ ઓટો અને ટેક્સી સેવાઓ પણ શરુ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
મંગળવારથી રેલવે સેવા ચાલુ થવાની છે આવી સ્થિતિમાં મોટો સવાલ એ પણ છે કે લોકડાઉન વચ્ચે ટિકિટ બુક કરાવ્યા બાદ પણ ઘરેથી રેલવે સ્ટેશન કેવી રીતે જવુ?તે માટે ટેક્સી કે રીક્ષાની જરુર પડશે જ.
મીડિયા અહેવાલ મુજબ દિલ્હી સરકારના એક અધિકારીએ જણાવ્યું છે કે, ઓટો અને ટેક્સી સેવાઓ ટૂંક સમયમાં પૂર્વરત થઈ શકે છે. લોકડાઉન વચ્ચે રાજ્ય સરકારોએ ઘરેથી રેલ્વે સ્ટેશન પહોંચવાની વ્યવસ્થા કરવી પડશે.
એકંદરે, ટ્રેન અને હવાઈ સેવા જાહેર પરિવહન શરૂ કર્યા વિના શરૂ થઈ શકતી નથી. જોકે, આ અંગે પણ નિર્ણય બહુ જલદી લેવામાં આવી શકે છે.
મહત્વનું છે કે, દિલ્હીથી અમદાવાદ, જમ્મુ તવી, મુંબઈ સેન્ટ્રલ, મડગાંવ, દિબ્રુગઢ, અગરતલા, હાવરા, પટના સહિત કુલ 15 શહેરો માટે પેસેન્જર ટ્રેનની રેલવે વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.