એર ઈન્ડિયાના પાયલોટ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. એર ઈન્ડિયાના 5 પાયલોટનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉડાન ભરવાની 72 કલાક પહેલા થયેલી તપાસમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ તમામ પાયલોટ હાલ મુંબઈમાં મેડિકલ દેખરેખમાં છે. પ્રાપ્ત વિગતો મુજબ એર ઈન્ડિયા હાલમાં વિદેશમાંથી ભારતીયોને વતન લાવવા ફ્લાઈટનું સંચાલન કરી રહી છે.
તેઓ પ્રોટોકોલ મુજબ ફ્લાઈટની ઉડાન પહેલા તમામ પાઈલટ્સના કોરોના ટેસ્ટ પણ કરાવી રહી છે. સૂત્રોના મતે રવિવારે એર ઈન્ડિયાના પાંચ પાઈલટ્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
એર ઈન્ડિયાના પાંચેય પાયલોટ એવા સમયે કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે વિદેશમાં ફસાયેલા લોકોને લાવવા માટે મહત્વપૂર્ણ વંદે ભારત મિશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ સિવાય કોરોના લૉકડાઉન વચ્ચે દેશના દૂર વિસ્તારમાં જરૂરી સામાન અને દવાઓ પહોંચાડવાની જવાબદારી પણ એર ઇન્ડિયાના પાયલોટ નિભાવી રહ્યાં છે. મહત્વનું છે કે વંદે માતરમ મિશન હેઠળ વિદેશથી સતત ભારતીયોની એર ઈન્ડિયાના વિમાનમાં વાપસી કરાવવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં 800થી વધુ ભારતીયોની વતન વાપસી થઈ છે.