બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની બહેન રંગોલી તથા તાપસી વચ્ચેનો ઝઘડો અટકવાનું નામ લેતો નથી. બંને અવાર-નવાર એકબીજાને લઈ વાત કરે છે. હાલમાં જ તાપસીએ કહ્યું હતું કે ‘મિશન મંગલ’માં પાંચ-પાંચ એક્ટ્રેસિસ હોવા છતાંય કંગનાએ આ ફિલ્મને સપોર્ટ કર્યો નથી. હવે, તાપસીના સવાલ પર રંગોલીએ જવાબ આપ્યો છે.રંગોલીએ ટ્વિટર પર ઘણી બધી ટ્વીટ્સ કરી હતી. રંગોલીએ કહ્યું હતું, મેડમ, રોજ કંગના પર નિશાન સાધે છે. અરે ભાઈ, તે કર્યું છે શું? શા માટે તારા વખાણ કરવા જોઈએ? વિદ્યા બાલન તથા અક્ષય કુમારની ફિલ્મમાં 2 મિનિટના રોલ માટે કે પછી બિગ બીની ફિલ્મ્સમાં કેરેક્ટર રોલ કરવા માટે કે પછી પોતાની ફિલ્મ્સમાં એક જ જેવા કન્ફ્યૂઝ એક્સપ્રેશન આપવા માટે.અન્ય એક ટ્વિટમાં કહ્યું હતું, કેમ વખાણ? એક મહાન કલાકાર અંગે ભદ્દી ટિપ્પણીઓ કરવી પૂરતી નથી. તારા ક્રેડિટમાં શું છે? તું બાળકી તો છે નહીં. કંગનાની જેમ 32 વર્ષની ઉંમર છે. તે અત્યાર સુધી મેળવ્યું જ શું છે, જેના વખાણ કરવામાં આવે.રંગોલીએ આગળ કહ્યું હતું, તું તારા તમામ ઈન્ટરવ્યૂ જુએ તો ખ્યાલ આવે કે લોકો તને માત્ર કંગના રનૌત પર વાતચીત કરવા માટે જ બોલાવે છે. તને બીજો કોઈ સવાલ પૂછતા નથી. મને કોઈ એક સવાલ એવો જણાવ, જે તારા કામ તથા ઉપ્લબ્ધિઓને લઈ પૂછવામાં આવ્યો હોય. મીડિયાને વચ્ચે ના લાવીશ. મને અહીંયા જવાબ આપ. પ્લીઝ, હું તને ખુલ્લે આમ પૂછી રહી છું. મને બધાની સામે જ જવાબ આપ.આ બન્નેનો વિવાદ પુરો થવાનો નામ જ નહિ લઇ રહ્યો……
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -