સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ જાયન્ટસ ગૃપ તથા ગંજાનદ સોસાયટીના રહીશો દ્વારા વિજ કંપનીના વિજકર્મીઓનું તાલીઓનાં નાદ સાથે ફુલ વર્ષા કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારે ઠંડી છાશ સાથે માસ્ક આપવામા આવ્યું હતું. મહત્વનુ છે કે, હાલ કોરોનાને લઇને દેશભરમાં મહામારી ફેલાઇ છે. ત્યારે સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બીજીબાજુ ઉનાળાની ગરમીને લઇને લોકો ઘરોમાંમા જ રહે છે. તેમજ લોકડાઉનનુ ચુસ્તપણે પાલન થાય અને લોકો ધરોમા રહે તે માટે પ્રાંતિજ વિજકંપની પણ તટ પર છે.
ત્યાંરે પ્રાંતિજ સહિત તાલુકામાંથી સેજ પણ જે તે વિસ્તારોમાં કપ્લેન આવે કે તરત જ પ્રાંતિજ વિજકંપનીના હેલ્પર કર્મચારીઓ સ્થળ ઉપર દોડી જાય છે અને કોરોનાની કહેર વચ્ચે તેવો પણ તેવોની ફરજ બજાવે છે. ત્યારે પ્રાંતિજ જાયન્ટસ ગુપ અને ગંજાનદ સોસાયટીના રહીશો દ્રારા વિજકંપનીના વિજકર્મીઓનુ ફુલ વર્ષા, ઠંડીછાશ તથા ફ્રૂટ અને માસ્ક આપીને તાલીઓ પાડીને અભિવાદન કરવામાં આવ્યું હતું.