લોકડાઉનની અસર દેશના સૌથી ધનિક મંદિર પર પણ પડી છે. આંધ્રપ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરમાં કાર્યરત 1300 કરાર કામદારોને કાઢી દેવામાં આવ્યા છે. આ કર્મચારીઓનો કરાર 30 એપ્રિલના રોજ સમાપ્ત થયો હતો અને મંદિર પ્રશાસને 1 મેથી કરારને નવીકરણ કરવાનો ઇનકાર કર્યો હતો. મહત્વનુ છે કે, તિરૂપતિ બાલાજી મંદિર મેનેજમેંટ 1 મેથી કરાર પર કામ કરતા 1300 કર્મચારીઓને ના પાડી દીધી છે.મંદિર પ્રશાસને જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે કામ બંધ છે, તેથી હવે આ 1300 કર્મચારીઓના કરાર 30 એપ્રિલથી વધારવામાં આવશે નહીં.તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી) ટ્રસ્ટ વિષ્ણુ નિવાસમ, શ્રી નિવાસમ અને માધવમ નામના ત્રણ અતિથિ ગ્રહ ચલાવે છે. બધા 1300 કર્મચારીઓએ ઘણા વર્ષોથી આ ગેસ્ટ હાઉસમાં કામ કર્યું હતું. તિરૂપતિ બાલાજી મંદિરના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે તમામ ગેસ્ટહાઉસ બંધ થઈ ગયા હતા, જેના કારણે આ કર્મચારીઓના કરારમાં વધારો કરવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન નિયમિત કર્મચારીઓને કોઈ કામગીરી સોંપવામાં આવી નથી.