ભારત સમેત આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો છે. દુનિયામાં લાખો લોકો તેનાથી પ્રભાવિત છે અને હજારો લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોમાં વધારો થતો જય રહ્યો છે. તેમજ સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે.
મહત્વનુ છે કે, સાબરકાંઠા જિલ્લાના બીજા કોરોનાના દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. તેમજ પ્રાંતિજ તાલુકાના મોયદના માઢા વિસ્તારની મહિલાને રજા અપાઇ હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરો દ્વારા તાળીઓ પાડીને કોરોના વિજેતા દર્દીને વધાવ્યો હતો. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં અનેક એવા લોકો છે જેમણે કોરોનાને હરાવીને જીત હાંસલ કરી છે. અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેવામાં ડોકટરો પણ એવા દર્દીઓને તાળીઓ પાડીને વધાવી રહ્યા છે. તેમજ ઘર જતાં પરિવારજનો અને સોસાયટીવાળાઓ દ્વારા સન્માન પણ કરવામાં આવે છે. અને ભાવભીનું સ્વાગત કરવામાં આવે છે.