પંચમહાલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આપને જણાવી દઈએ કે, પંચમહાલમાં એક સાથે નવા ૧૦ કેસ પોઝિટિવ સામે આવ્યા છે. તેમજ ગોધરામાં ૯ અને હાલોલનો ૧ પોઝિટિવ છે. ત્યારે કુલ પોઝિટિવ કેસનો આંકડો ૩૮ સુધી પહોંચ્યો છે. ગોધરાના કેટલાક નવા વિસ્તારમાં પણ પોઝિટિવ કેસ નોંધાયા છે. તેવામાં હાલોલના અગાઉ પોઝિટિવ આવેલા ઈસમના પુત્રનો પણ પોઝિટિવ કેસ સામે આવ્યો છે.
જિલ્લામાં કોરોય વાયરસના કેસો વધતાં જોઈ તંત્ર સતર્ક બન્યું છે. મહત્વનુ છે કે, અગાઉ પણ ગોધરા શહેરમાંથી કોરોના પોઝીટીવના ૨૦ કેસોં મળી આવ્યા હતા. જે પૈકી ૨ દર્દીઓના મોત થવા પામ્યા હતા, જયારે ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જીલ્લામાં માત્ર ગોધરા શહેરમાંથી જ તમામ કેસો પોઝીટીવ મળી આવ્યા છે. જીલ્લા કલેકટર દ્વારા ગોધરા શહેરમાં જાહેર કરવામાં આવેલા કન્ટેઈનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં દુકાનોને ફરીથી શરુ કરવા માટેની મંજુરી આપવામાં આવી છે. ગોધરા શહેરમાં કુલ ૯ વિસ્તારોને કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે એક સાથે નવા ૧૦ કેસ પોઝિટિવ સામે આવતા સમગ્ર જીલ્લામાં તંત્ર હરકતમાં આવી ગયું છે.