રાજકોટના યુવાને પગથી ઓપરેટ થતું ગુજરાતનું પ્રથમ સેનેટાઇઝ મશીન બનાવ્યું છે. મહત્વનુ છે કે, રાજકોટમાં મશીન ટૂલ્સના કારખાનેદારે ધંધો બંધ હોવાથી નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. પોતાની આવડત, કોઠાસૂઝ અને અનુભવના આધારે પગથી ચાલતું હોય તેવું મશીન બનાવ્યું છે. જેમાં પ્રથમ દસ મશીન રાજકોટની વિવિધ સરકારી કચેરીને વિનામૂલ્યે આપ્યા અને આ મશીન વેચી અને જે કંઈ નફો થશે તે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત પણ કરી છે. ભારતની ખબર નથી પણ ગુજરાતમાં આ પ્રકારનું પ્રથમ મશીન છે.
એમાં સ્પ્રિંગનો ઉપયોગ થયો છે અને પગના પ્રેશર મુજબ સનેટાઇઝ બહાર આવે છે. તેમજ રાજકોટમાં ઉષા મશીન ટૂલ્સના સંચાલક આકાશ દાવડાએ જણાવ્યું હતું કે, કોઈ સરકારી કચેરી હોય કે ઘર હોય કે કોઈ ફેક્ટરી હોય તેમાં સેનેટાઇઝની એક-બે બોટલ હોય. અલગ-અલગ લોકો આવીને તેને હાથ અડાડી જતા હોય છે. એ સિવાય ઘણી વખત વધુ પડતું સેનેટાઇઝ બોટલમાંથી પ્રવાહી પણ નીકળી જતા તેનો બગાડ થતો હોય છે. માટે વિચાર આવ્યો કે સાઇકલના પંપની જેમ આવો એક પગથી ચાલતો પંપ બનાવી અને યોગ્ય માત્રામાં જ પ્રવાહી નીકળે એવું કંઈક કરવું. એક દિવસની આખી રાતમાં ડિઝાઇન તરીકે તૈયાર કરી પંપ પણ બનાવી નાખ્યો. હવે તો આની કિંમત 1950 રૂપિયા છે. જે કંઈ નફો થશે તે મુખ્યમંત્રી અને વડાપ્રધાન રાહત ફંડમાં આપી દેવામાં આવશે.