ભારતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. વૈશ્વિક મહામારી કોરોનાને કારણે દેશમાં છેલ્લા એક મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં સુરત શહેરમાં દિવસેને દિવસે કોરોના પ્રકોપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. તંત્ર તનતોડ મેહનત કરી રહ્યું છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતા ચિંતાનો વિષય બની ગયો છે. તેવામાં કોરોનાનો રાંદેરમાં વધુ એક પોઝિટિવ દર્દી મળી આવતા તંત્ર દોડતું થયું છે.
રાંદેરના રામનગરમાં રહેતા સુનિલ બજાજનો રીપોર્ટ પોઝીટીવ આવતા હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ટીમ સાથે રાખી ફાયર વિભાગે સેનેટાઇઝર કર્યું હતું. રાંદેરના રામનગરમાં રહેતા અને હાલ કોરોના પોઝિટિવ આવેલા સુનિલ રામપુરા વિસ્તારમાં કરીયાણાની દુકાન ચલાવે છે. જેથી રામપુરા વિસ્તારમાં કેટલાક લોકો દુકાને આવ્યા તેને પાલિકા એ શોધવાનું શરૂ કર્યું છે. કોરોના મહામારીમાં લોકડાઉનમાં રસ્તા ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે.