કડી તાલુકામાં કોરોના વાયરસના કહેર વચ્ચે પણ તાલુકામાં ચોવીસ કલાક સેવા આપતી એક માત્ર ભાગ્યોદય હોસ્પિટલ છે. મહત્વનુ છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ નામની મહામારીએ ફફડાટ ફેલાવ્યો છે. ત્યારે લોકોને આવા કપરા કાળમાં ચોવીસ કલાક આરોગ્ય લક્ષી સેવા કડી શહેરમાં આવેલી ભાગ્યોદય જનરલ હોસ્પિટલ પુરી પાડી રહી છે.
કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા ઉઘરોજ ગામના દર્દીની સારવાર માટે લાવવામાં આવ્યો હતો. પરંતુ દર્દીમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેને અમદાવાદ મોકલવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા દર્દીના સંપર્કમાં આવેલા હોસ્પિટલના ડોકટર અને બીજા કર્મચારીઓને હોસ્પિટલમાં જ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. થોડાક દિવસો બાદ સદનસીબે હોસ્પિટલના ડોકટર અને સાથી કર્મચારીઓનો રીપોર્ટ નેગેટિવ આવતા ડોકટર સહિતના સ્ટાફમાં રાહતની લાગણી ફેલાઇ હતી.
પરંતુ હજુ સુધી ડોકટર અને સાથી કર્મચારીઓ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. તેમજ ભાગ્યોદય હોસ્પિટલના ડોકટર સહિત કર્મચારીઓનો રીપોર્ટ નેગેટિવ આવતા અત્યારે હાલ ભાગ્યોદય હોસ્પિટલ એકદમ સુરક્ષિત છે. તથા કડી તાલુકા તેમજ બીજા વિસ્તારના લોકોની આરોગ્યને લગતી સેવામાં ચોવીસ કલાક સેવા આપી રહી છે.