સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ખેડૂતો દ્વારા અખાત્રીજના શુભ મુહૂર્તમાં ખેતીના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. મહત્વનુ છે કે, અખાત્રીજના દિવસને લઇને પ્રાંતિજ સહિત તાલુકામાં ખેતી કરતા ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં જઇને ભૂમિ પૂજા કરી, બળદની પુજા કરી, ખેતરમા ખેડ કરી તો કેટલીક જગ્યાએ આધુનિક યુગમાં ટ્રેકટર દ્વારા ખેડ કરી ખેતીની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
ત્યારે ખેતરોમાં બીજની પણ રોપણી કરવામાં આવી હતી. તેમજ ખેતી કરતા ખેડૂતો માટે અખાત્રીજનો દિવસ ખેતી માટે મહત્વનો દિવસ હોય છે. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ખેડૂતો સાથે ફૂલોની વાવણી કરતાં ખેડૂતો પણ પરેશાન થઈ રહ્યા છે. તેવામાં સરકાર દ્વારા માર્કેટ યાર્ડ ખૂલવાની પરવાનગી આપતા ખેડૂતોઓએ રાહતનો શ્વાશ લીધો છે.