કોરોના મહામારીમા સરકાર જે લોકોને હોમ ક્વોરન્ટાઇન કરે છે. તેઓને સરકાર તરફથી તમામ સુવિધા પૂરી પડવાનું કહેવામાં આવે છે. પરંતુ લોકો સાથે સુવિધાના નામે માત્ર ને માત્ર મજાક જ કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજ ક્વોરન્ટાઇનનો ત્રીજો દિવસ હતો. આજ બપોરનું જમવાનું આવ્યું તેનો ફોટો જ સાબિતી છે કે નામ માત્રનું સાક અને નાનકડું કાચું મરચું 1 નંગ તથા 5 નંગ પુરી જે મહદ અંશે કાચી છે.
જેને ખાવાથી પેટમાં દુખાવો જરૂર થાય. અને સાંજે માત્ર ખીચડી આપ્યા બાદ સવારે તો કાંઈ આપતા જ નથી. અને બપોરે આવુ ખાવાનું આપવામાં આવે છે જો રોજ આવુ જ થવાનું હોય તો 15 દિવસમાં તો ચોક્કસ બીમાર પડી જવાય અને હા હવે સમજાય છે કે લોકો કેમ ક્વોરન્ટાઇનનો ભંગ કરે છે. મોટી મોટી વાતો કરવી જાહેરાતો કરવી અને સરસ મજાની સલાહો આપવી તે અલગ વાત છે. પણ આજ વાસ્તવિકતા શુ છે તે જાતે અનુભવ થઈ રહ્યો છે. તંત્રની રજૂઆતને ધ્યાને લઇ સરપ્રાઈઝ ચેકીંગ કરે તો આંખ ઉઘડે તેમ છે.