પાટણ જિલ્લામાં કોરોના વાયરસને લઈને માઠા સમાચાર આવ્યા છે. જેમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. સરસ્વતી તાલુકાના ભિલવણ ગામના 65 વર્ષીય વૃદ્ધ મહિલા અને સિદ્ધપુર તાલુકાના ઉમરું ગામના પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.
ત્યારે પોઝીટીવ દર્દીઓની હિસ્ટ્રી જણાવવામાં આવતા ભિલવણ ગામના વૃદ્ધા એ પાટણની સદભાવના ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લીધી હોવાનું પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગે હાલમાં આ હોસ્પિટલ કોરેન્ટાઇન કરી દીધી અને મહિલા દર્દીનાં સપર્કમાં આવેલા તબીબ સહિત હોસ્પિટલ સ્ટાફના બ્લડ સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે અને કુલ 17 કોરોના પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યા છે. તો નેદ્રા ગામના 12 દર્દીઓ અગાઉ સારવાર લઈ સ્વસ્થ થયા હતા. એ પૈકી 5 દર્દીઓના ફરીથી રિપોર્ટ કરતા રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.