કોરોના વાયરસની મહામારી વચ્ચે હવે કાળઝાળ ગરમી પણ લોકોની કસોટી કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જુનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. જુનાગઢમાં તાપમાનનો પારો ૩૭ ડિગ્રી સુધી પહોચી ગયો હતો. જેના કારણે લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. કોરોના વાયરસના કારણે એક તરફ લોકડાઉનની સ્થિતિ છે, કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યાં બીજી તરફ ગરમીનો પારો પણ વધતો જોવા મળી રહ્યો છે.
જુનાગઢમાં સવારથી જ જાણે આકાશમાંથી સુર્ય દેવતા પ્રકોપ રેલાવતા હોય તેવી ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. જુનાગઢમાં ૩૭ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું. જ્યારે ન્યૂનતમ તાપમાન ૨૪ ડિગ્રી નોધાયુ હતું. બપોરના સમયે જાણે અગ્નિવર્ષા થતી હોય તેવી ગરમી જોવા મળી હતી. તો પવનનો વેગ પ્રતિ કલાકમાં ૨૧ કિલોમીટર જોવા મળ્યો હતો. જેના કારણે રસ્તાઓ પણ સૂમસામ થયા હતા અને વધતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.