કોરોના વાયરસની મહામારીને લીધે લોકડાઉન દરમિયાન બ્લડ બેંકોમાં લોહીની ઉણપ ના સર્જાય તે માટે અમરેલીમાં રક્તદાન કરવા ઇચ્છુક રક્તદાતાઓ સ્વેચ્છિક આગળ આવી રક્તદાન કરવા અપીલ કરી હતી. જેના અનુસંધાને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન અને સુચનાથી રાજુલામા સ્કુલ ઇન્સ્પેક્ટર હિરલબેન ઠાકર સ્વેચ્છાએ આગળ આવેલા અને તેમની પ્રેરણાથી તાલુકા હેલ્થ કચેરી રાજુલા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું.
જેમાં સરકારી હોસ્પિટલ ખાતે સોશીયલ ડિસ્ટન્સ સાથે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવા ઇચ્છુક રક્તદાતાઓ સ્વેચ્છાએ આગળ આવી સ્વયંભુ જાગૃતિ જોવા મળી હતી. તેમજ તમામને માસ્ક વિતરણ અને હેન્ડ સેનિટાઈઝ કરી કેમ્પને સફળતાપુર્વક પુર્ણ કર્યું હતું. આ કૅમ્પ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા, લેબટેક કિશોરભાઈ મકવાણા, સુપરવાઇઝર જીજ્ઞેશભાઈ કાકડીયા અને આરોગ્ય કર્મચારીઓની મહેનત તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોચાયટી અમરેલીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ સુંદર રીતે યોજાયો હતો.