વિજાપુરના પિલવાઈ ગામમાં 22 દિવસથી નાના ભૂલકોઓને ભોજન આપવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે, આંગણવાડી અને પ્રાથમિક શાળમાં અભ્યાસ કરતા બાળકોને ભોજન આપવામાં આવી રહ્યું છે. તેમજ હાલ શાળાઓમાં રજાઓ છે. તો વડાસન હાઈસ્કૂલના પ્રન્સિપાલ દ્વારા આ બાળકોને ભોજન આપવામાં આવી રહ્યું છે. તેમજ 250 બાળકોને આ પ્રન્સિપાલ સાત્વિક ભોજન આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23 હજાર 234થઈ છે અને 725 લોકોના મોત થયા છે. શુક્રવારે પશ્વિમ બંગાળમાં 58, રાજસ્થાનમાં 36 અને ઓરિસ્સામાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં સંક્રમિતોની સંખ્યા 23077 છે. જેમાંથી 17160ની સારવાર ચાલી રહી છે, 4749 સાજા થયા છે અને 718ના મોત થયા છે. ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે ગરીબ પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ આવા પરિવારો માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને કામ કરી રહી છે.