કોરોનાને લઈને પોલીસ આ મહામારીમા ખૂબ નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવે છે. જેમાં લોક ડાઉન બાદ પોલીસ કર્મીઓ ઘરે જઈ શકતા નથી અને પોતે આ કોરોના મહામારીમાં પરિવારથી દુર રહી ફરજ બજાવે છે. ત્યારે ઊંઝા પોલીસના પોલિસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિંહ પણ ફરજ પર છે. પોતાની 11 માસની પુત્રી તેમજ પરિવારથી દુર રહી ઊંઝા ખાતે ફરજ બજાવે છે અને પરિવારની યાદ આવે ત્યારે વિડિઓ કોલ કરી પરિવારને માત્ર ફોન દ્વારા મળે છે. તેમજ પરિવારના ખબર અંતર પૂછે છે અને સમય મળે ત્યારે પોતાના ઘરે જાય તો પોતે અલગ રૂમમાં સમય વિતાવે છે.
રાજેન્દ્રસિંહ માટે હાલ પરિવાર કરતા ફરજ જ મહત્વની હોવાની માની રહ્યા છે. તેવામાં આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23 હજાર 234થઈ છે અને 725 લોકોના મોત થયા છે. શુક્રવારે પશ્વિમ બંગાળમાં 58, રાજસ્થાનમાં 36 અને ઓરિસ્સામાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં સંક્રમિતોની સંખ્યા 23077 છે. જેમાંથી 17160ની સારવાર ચાલી રહી છે, 4749 સાજા થયા છે અને 718ના મોત થયા છે.