હાલોલ નગરમાં લોકડાઉન દરમ્યાન હાલોલના રાવજી રેસિડેન્સીમાં રહેતો યુવાન પોતાના મૂળ વતન આણંદ જિલ્લાના ખંભાત ખાતેથી ગુટકા તમાકુ બીડી સહિતનો પ્રતિબંધિત માલ પોતાની બંધ બોડીની મહિન્દ્રા ગાડીમાં લાવી હાલોલ ખાતે વેંચતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. મહત્વનુ છે કે, હાલોલ ટાઉન પોલીસ મથકના પી.એસ આઇ તેમજ પોલીસ સ્ટાફ નગરમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે હેતુથી નગરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલના ગોધરા બાય પાસ રોડ પર આવેલા રાવજી રેસિડેન્સી ખાતે એક યુવાન પોતાની બંધ બોડીની મહિન્દ્રા ગાડીમાં લોકડાઉન દરમ્યાન પ્રતિબંધિત તમાકુ બીડીનું વેચાણ કરી રહ્યો છે. જેમાં પોલીસે બાતમીના આધારે છાપો મારતા રાવજી રેસિડેન્સીની બહાર મહિન્દ્રા ગાડી સાથે એક યુવાન તમાકુ બીડીનું વેચાણ કરતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો. જેમાં પોલીસે પૂછપરછ કરતા આ યુવાનનું નામ પિંકેશ કુમાર હસમુખભાઈ પટેલ આણંદનો હોવાનું માલુમ પડ્યું હતું.
- Advertisement -
Latest News
- Advertisement -