સમગ્ર રાજ્યમાં હાલ કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે. જેને કારણે સમગ્ર રાજ્યમાં માર્કેટ યાર્ડ બંધ હતા. હાલ ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ બત્રીસ દિવસ પછી માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવ્યુ હતું. જેમાં યાર્ડમાં એન્ટ્રી ગેટ પાસે યાર્ડના અધિકારી દ્વારા અંદર પ્રવેશતા ખેડૂતો અને દુકાનદારોને ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરી અને હાથમાં સૅનેટાઇઝર લગાડી પછી જ અંદર પ્રવેશ આપવામાં આવે છે.
આજે ચેરમેન તેમજ યાર્ડના સ્ટાફ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઘઉંની હરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં ત્રીસ ખેડૂતોના ઘઉંની હરાજી સોસ્યલ ડીસ્ટ્સન વચ્ચે શરૂ કરવામાં આવી હતી. જેમાં સારા ઘઉંના 350/ થી 370ના ભાવ બોલાયા હતા. વધુમા યાર્ડના ચેરમેન દિનેશભાઇ ભુવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે સવારથી જ યાર્ડમાં ગેટ પાસે કડક સિક્યુરિટી ગોઠવી પુરી તપાસ કરી અને સોસ્યલ ડીસ્ટ્સન રખાવી પછી જ ખેડૂતોને પ્રવેશ આપવામાં આવે છે.