એક તરફ રાજ્યના લોકો કોરોના વાયરસ સામે લડી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવે ગુજરાતમાં ગરમીએ લોકોના હાલ બેહાલ કર્યા છે. કોરોનાનાં કહેર વચ્ચે ગરમીનાં પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો હતો. તેવામાં વડોદરામાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રી સુધી પહોચી ગયો હતો. જેના કારણે લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. કોરોના વાયરસની મહામારીનાં કારણે જ્યાં એકબાજુ લોકડાઉન જાહેર કરાયું છે, કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યાં બીજીબાજુ હવે ગરમીનો પારો પણ વધતો જોવા મળી રહ્યો છે. સૂર્યદેવતા આકાશમાં ઉદયમાન થાય છે, ત્યારથી ધીમે ધીમે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવા લાગે છે. ભારે ગરમીએ લોકોના હાલ બેહાલ કર્યા છે.
વડોદરામાં ૪૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું. જ્યારે ન્યૂનતમ તાપમાન ૨૭ ડિગ્રી નોધાયુ હતું. બપોરના સમયે જાણે અગ્નિવર્ષા થતી હોય તેવી ગરમી જોવા મળી હતી. તો પવનની ગતિ ૧૧ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી હતી. જેના કારણે રસ્તાઓ પણ સૂમસામ જોવા મળ્યા હતા. ભારે ગરમી લીધે લોકો ત્રાસી ગયા હતા.