સમગ્ર વિશ્વને ભરડામાં લઈ હાહાકાર મચાવનાર કોરોના વાયરસને નાથવા દેશભરમાં લોકડાઉન પાર્ટ-2 લાગુ કરી દેવામાં આવ્યું છે. છતાં રાજ્ય સહીત દેશભરમાં કોરોનાના દર્દીઓનો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
જેમાં લોકલ ટ્રાન્સમિશનના કેશો વધી રહ્યા છે. જેને લઈ હાલોલ તાલુકાના ગામડાના લોકો સતર્ક બન્યા છે અને બહારગામની તેમજ અજાણ લોકો માટે ગામમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. મહત્વનુ છે કે, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા ગ્રામ્યવિસ્તારોમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો હોવાનો કારણે હાલોલ સહિત ગામડાઓ હજુ સલામત છે.
લોકડાઉનનો અમલ કઈ રીતે કરી ગામડાઓમાં કોરોનાનો પગ પેસારો ન થાય તે ગ્રામ્ય પ્રજાએ એક બીજાના સહયોગથી કરી બતાવી કઈ રીતે સલામત રહી શકાય તેવી જાગૃતતા દેખાડી છે. જેનો ઉત્તમ પુરાવો ગુજરાતના હજારો ગામડાઓમાં જોવા મળ્યો હતો. જેમાં હાલોલ તાલુકાના ગામડાઓમાં પણ સમજદારી લોકભાગીદારીના અનોખા સમન્વય થકી કેવી જાગરૂકતા હોવી જોઈએ તે જોવા મળી રહ્યું છે.