ડભોઇ શહેરમાં વિમલની લૂટ કરનારના સંપર્કમાં આવેલા પોલીસ કોન્સટેબલનો રિપોર્ટ પોઝીટીવ આવતા પોલીસ બીડામાં ભારે ભય સેવાઇ રહ્યો હતો. લોકોની રક્ષા કરનારાઓમાં જ કોરોના પોઝીટીવ આવતાની સાથે લોકોમાં ભારે ભય હતો. પણ રોજ લેવાયેલા પોલીસ સ્ટાફ સહિત તાલુકાનાં 26 લોકોના રિપોર્ટ નેગીટીવ આવતા પોલીસ સહિત લોકો એ રાહત અનુભવી હતી.
મહત્વનુ છે કે, ડભોઇ તાલુકા સહિત 4 કેસ કોરોના પોઝીટીવના આવ્યા હતા. જેમાં પોલીસ સ્ટાફમાં રાજેન્દ્રસિંહ ઝાલા વીમલની લૂટ ચલાવનાર ઐયુબભાઈ તાઈના સંપર્કમાં આવતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યાર બાદ પી.આઈ જે.એમ વાઘેલા સહિત અન્ય પોલીસ સ્ટાફના કોરોના માટે સેમ્પલ રોજ લેવામાં આવ્યા હતા. આજ રોજ તેમના રિપોર્ટ આવતા ડભોઇ નગરના પોલીસ સ્ટાફ સહિત 26 લોકોના રિપોર્ટ નેગીટીવ આવતા પોલીસ તંત્ર એ રાહત અનુભવી હતી.