લોકડાઉનની સ્થિતિમાં વંથલીના યુવાન દ્વારા રોજ 300 ટિફિનની અવિરત સેવા આપવામાં આવી રહી છે. મહત્વનુ છે કે, સમગ્ર દેશમાં કોરોનાના કહેરને કારણે લોકડાઉન છે. ત્યારે સૌથી ખરાબ હાલત પરપ્રાંતીય લોકોની બની છે. ત્યારે વંથલી ગામના યુવાન રસિકભાઈ વામજા દ્વારા બપોરે તેમજ સાંજે મળી રોજના 300 જેટલાં ટિફિન બનાવી ઝુપડપટ્ટીમાં વસતા લોકો, પરપ્રાંતીય મજૂરો, દિવસ રાત ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને પહોંચાડે છે.
આ અંગે રસિકભાઈ વામજાએ જણાવ્યું હતું કે લોકડાઉનના દિવસથી લઇ આજ દિન સુધી રોજ 300 ટિફિન લોકો સુધી પહોંચાડવામાં આવે છે. તેમજ એપાર્ટમેન્ટની મહિલાઓ તેમજ બાળકો પણ રસોઈકામમાં સહકાર આપતા હોય છે ત્યારે આ કામ કરી શકીયે છીએ. 17 દિવસ સુધી સ્વખર્ચે ટિફિનની વ્યવસ્થા કરી હતી. હવે અનેક લોકો દ્વારા આર્થિકથી લઇ કરિયાણાની વસ્તુનું યોગદાન માટે મદદ કરી રહ્યા છે. અને લોકડાઉનની અંતિમ તારીખ સુધી આ રસોડું જરૂરિયાતમન્દ લોકો માટે ખુલ્લું રહેશે તેમ જણાવ્યું હતું.